Categories
Uncategorized

ચાલ તને થોડી લાંચ આપું ....♥♥♥

ચાલ તને થોડી લાંચ આપું ….
ગિફ્ટ માં એક સાંજ આપું

કરી શકે જો તું , પ્રેમ બની પડકાર આપું.
બની શકે જો તું , હ્રદય બની ધબકાર આપું.
રડી શકે જો તું , આંખ બની અણસાર આપું.

ચાલ તને થોડી લાંચ આપું…..
ગિફ્ટ માં એક સાંજ આપું.

ભણી શકે જો તું , વિદ્યા બની વિનય આપું
લખી શકે જો તું , કલમ બની કાગળ આપું.
વાંચી શકે જો તું, શબ્દ બની શણગાર આપું.

ચાલ તને થોડી લાંચ આપું ….
ગિફ્ટ માં એક સાંજ આપું..





રાખી શકે જો તું , દીવો બની પ્રકાશ આપું
રહી શકે જો તું , ઘર બની આશરો આપું
લડી શકે જો તું, અજય બની વિજય આપું.

ચાલ તને થોડી લાંચ આપું ….
ગિફ્ટ માં એક સાંજ આપું..

અજય શ્રીમાળી…




Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s